પાદર ગામનું
પાદર ગામનું
આવતાં આગંતુકને આવકારે પાદર ગામનું.
જતા મહેમાનોને વળી વિદારે પાદર ગામનું.
ઊભું અડીખમ વર્ષોથી સાખ પૂરતું સમાની,
નિતનવા એ ઓરતા ઉરે ધારે પાદર ગામનું.
પાય છે નીરશીળાં ગ્રીષ્મના તાપમાં લોકોને,
કોઈ પથિકની તૃષા કેવી બુઝાવે પાદર ગામનું.
નથી ભેદભાવ એને રંકત વગરના વર્તનમાને,
હિત જે માનવમાત્રનું વિચારે પાદર ગામનું.
રમે છે, કૂદે છે શિશુઓ એના વટવૃક્ષ છાંયે,
જાણે બાળકુસુમો શણગારે પાદર ગામનું.