STORYMIRROR

Kiran piyush shah "kajal"

Inspirational

3  

Kiran piyush shah "kajal"

Inspirational

ઓળખ

ઓળખ

1 min
322

શક્તિ બની પુજાતી,

તો ગૃહિણી બની,

એક મકાનને ઘર બનાવતી,


સંસ્કાર સમજ ને જીવની દ્રષ્ટિ આપતી,

એક સાથે કેટલાં કામ સંભાળતી,


સૂર્યને આવકારતી,

મધ્ય રાત્રીએ ચંદ્રને બારીમાંથી નિરખતાં,

જરાક ...આંખ મીંચતી,


થાક આળસની તેને ઓળખ જ ન હતી.

હાસ્ય તો તેનું અભિન્ન અંગ,


મુશ્કેલી અડચળ તેને જોઈ ભાગતી,

સૌ ના સુખ દુઃખ પોતાના કરી,

એ એક ઉંમરમાં અનેક ભવ જીવતી,


બેટીથી બાની સફર અવિરત,

સતત કાર્યશીલ,

ખુદને ભૂલાવી સૌ માટે જીવતી,


એની ઓળખ

શું આપું?

કે શું હોઈ શકે?


એક સ્ત્રી જ ..

આજની કાલની આવતીકાલની ....

સદા સદાની સુપર વુમન..


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational