STORYMIRROR

Kiran piyush shah "kajal"

Romance

3  

Kiran piyush shah "kajal"

Romance

નવો સૂર્યોદય

નવો સૂર્યોદય

1 min
171

હળવેથી બાલ્કની ખોલી,

સૂયોઁદયને નિહાળતા,

અચાનક,

એક નજર રુમમાં નાંખી,

અને આંખોમાં થોડી મસ્તી ભળી,


થોડા દિવસથી ચાલતી અનબન ને 

અજંપાને દૂર કરવા કે નવા સૂયોઁદયને પામવા,

હળવેથી બાલ્કની બંધ કરી,

સ્નાન કરી માથેથી બાંધેલ ટુવાલને છોડયો,

માથાનાં વાળને હળવેથી ઝાટકયા,


થોડાં જલબિંદુ ખુદનાં મુખ પર,

થોડા બેડ પર સૂતેલ પિયુ પર,

એકદમ થોડી ચીડ સાથે આંખો ખોલી,

સામે નજર પડતા,

સામે ઉભેલ પ્રિયાનાં નવસ્વરુપને જોઈ રહ્યો,


હસીને પોતાના તરફ ખેંચી,

રાતોની કડવાહટ- કચકચ,

ત્યાં મધુર મિલનમાં ભૂલાઈ ગઈ,

થયો ખરા અર્થમાં સૂર્યોદય,

'કાજલ' પિયુ સંગ પિયુમાં ઓગળી ગઈ,

ઐકય એ અદ્ભૂત 

અવિસ્મરણીય અવર્ણીય સ્મરી રહી.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Kiran piyush shah "kajal"

Similar gujarati poem from Romance