Geegabhai R Bhammar

Tragedy

5.0  

Geegabhai R Bhammar

Tragedy

નથી સમજાતું

નથી સમજાતું

1 min
423


નથી સમજાતું આ ઈશ્વર હૃદય આપે જ શા માટે?

બીજા ને આપવા માટે હૃદય આપે જ શા માટે?


હૃદય ધડકે તમારા નામથી આજે છતાં જો જો,

મને આપી અરી તારી, હૃદય આપે જ શા માટે?


તમારો દોષ સમજાવી મને જાશે રમાડી ને,

કરે નાટક પછી આવા હૃદય આપે જ શા માટે?


પહેલાંથી લખી રાખ્યા વિધાતાએ બધાં લેખો,

બતાવે ખ્વાબ શા માટે? હૃદય આપે જ શા માટે?


ગુલામ અમથો ન અય માલિક થયો તારો રમત એની,

હશે પથ્થર હૃદયનો એ, હૃદય આપે જ શા માટે?


Rate this content
Log in

More gujarati poem from Geegabhai R Bhammar

Similar gujarati poem from Tragedy