નૃત્ય કુદરતનું
નૃત્ય કુદરતનું


આકાશમાં વાદળો લહેરાતા જાય,
જાણે મેઘો ડાન્સ કરતો જાય,
કાળા વાદળો જોરથી અથડાય,
કડડડ વીજળી ઝબૂકતી જાય,
ભીનો મોસમ પણ રોમેન્ટિક થાય,
પ્રેમીઓના દિલમાં આનંદ છવાય,
કાળા વાદળો જોરથી અથડાય,
કડડડ વીજળી ઝબૂકતી જાય,
જંગલમાં મોરલો ટહુકતો જાય,
ઢેલ સાથે નૃત્યો કરતો જાય,
કાળા વાદળો જોરથી અથડાય,
કડડડ વીજળી ઝબૂકતી જાય,
વૃક્ષો પર કોયલડી બોલતી જાય,
પંખીઓ પ્રણયના ગીતો ગાય,
કાળા વાદળો જોરથી અથડાય,
કડડડ વીજળી ઝબૂકતી જાય,
કુદરત પણ નૃત્યો શીખવાડતા જાય,
બીજ અને માટીનું સંગીત વગાડી જાય,
કાળા વાદળો જોરથી અથડાય,
કડડડ વીજળી ઝબૂકતી જાય,
નટરાજના નૃત્યથી બ્રહ્માંડ લહેરાય,
ઓમકાર ધ્વનિ ઉત્પન્ન કરતું જાય,
કાળા વાદળો જોરથી અથડાય,
કડડડ વીજળી ઝબૂકતી જાય.