નજર મળી
નજર મળી


બદલી ગઈ દુનિયા આખી જ્યાં તારી નજર મળી,
અમીઘૂંટ લીધા રખે ચાખી જ્યાં તારી નજર મળી,
હેત હૈયાનું અવિરત સ્નેહ કેવો સદાય વરસાવતું,
જાણે સ્મરણો સંઘરી રાખી જ્યાં તારી નજર મળી,
હરાયું સર્વસ્વ અનાયાસે મનગતિ મંથર બની રહી,
ના રહ્યાં વર્તનો જે તુમાખી જ્યાં તારી નજર મળી,
લીધી વિદાય પાનખરે એકાએક સમય ન્હોતો તોયે,
પાનખરમાંય વસંતને ભાખી જ્યાં તારી નજર મળી,
નૈનની મિત્રતા ઉર ઉંબરે આવીને ઊભી રહી કેવી !
શંકાની હાજરી થૈ ગૈ પાંખી જ્યાં તારી નજર મળી.