Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

નિયતિના ખેલ

નિયતિના ખેલ

2 mins
167


નિયતિ નિત નવા ખેલ ખેલે,

રાજાને રંક બનાવે, રંકને બનાવે રાજા

ઝૂંપડીની જગ્યાએ એ મહેલ બનાવે,

પોતાની મરજી મુજબ એ નચાવે,


પળમાં હસાવે પળમાં રડાવે,

પોતાનું જ ધાર્યું એ કરાવે,

નિયતિનાં ખેલનો માત્ર હિસ્સો છુંં,

બસ હું તો આ જગત પર એક કિસ્સો છું,


મારી ઈચ્છા મારી અપેક્ષા મારા સપનાઓ,

મારી હસી મારી ખુશીનો આધાર છે નિયતિ,

હું ક્યાં જાણી શકું એની કોઈ યુક્તિ !

રોજ એ જાદુઈ ખેલ ખેલીને અચંબો એ પમાડે,


રાતે સપનાના બોક્સમાં એ પૂરે,

સવાર થતાં સપનું એ તોડે,

ફરી નવા સપનાના બોક્સમાં રંગો એ પૂરે,

આશા મૂકી દઈએ ત્યારે, સપનામાં નવા રંગો ભરે,


સફળતાનું વિશાળ અંબર માનવીને ધરે

નિયતિ નિત નવા ખેલ ખેલે,

હું તો અવાચક બનીને જોયા કરૂ !

ફરિયાદ હું ક્યાં જઈને કરું ?

એક ખેલ પૂરો નાં થાય ત્યાં બીજો શરૂ કરે,


નિત નવા હૈયે ઉમંગો અને ઉલ્લાસ ધરે,

સોનેરી આશા સપના ફરતે વિટલાઈ,

ત્યાંતો બધા સપના તૂટીને વિખરાઈ,


લાગે છે જ્યારે ઘેરાય નિરાશાનાં કાળા ડીબાંગ વાદળ,

ત્યારે હૈયે નવી આશાને ઉમંગ જગાવે એ પળ પળ,

લાગે છે જ્યારે સફળતા હાથવેંતમાં,

ત્યારે નિરાશાની કારમી હાર આપી જાય જીવનમાં,


લાગે જ્યારે હાર નક્કી જ છે મારી,

ત્યારે અંત સમયે દાવ જીતાડી બાજી ફેરવી નાખે સારી,

નિયતિ રોજ નિતનવા ખેલ કરે,

ક્યારેક છીનવી લે ક્યારેક ભેટ ધરે,


દિવસરાત આમ જ ચાલ્યા કરે,

હોય જ્યાં પ્રેમની અપેક્ષા, એજ દુઃખો ધરે,

દુશ્મન પણ કટોકટીના સમયે મદદે આવે,


નિયતિ નિત નવા ખેલ કરાવે,

ક્યારેક હસાવે, ક્યારેક રડાવે,

પોતાનું ધાર્યું એ કરાવે,

નિરાશ બને જ્યારે આ મનડું જોઈ દુઃખોની પાનખર,

ત્યાં જ અચાનક આપે આ તમામ સુખોની

અદ્ભૂત ખબર,


લાખો પ્રયાસો છતાં નથી મળતી જીત,

જ્યારે હારીને થાકું ત્યારે એ આપી દે

છે પળભરમાં જીત,


એવી એની અલગારી છે પ્રીત,

ધાર્યું ક્યાં માનવીનું થાય છે !

નિયતિના ખેલથી સાવ અજાણ,


ક્યાં કામ નથી આવતું એનું પ્રયોજન,

રસ્તે રઝળતી બને મહેલોની રાણી,

શું છે એની નિયતિ એ ક્યાં શક્યું કોઈ જાણી !

છોડી દે પોતાના જ સાથ ત્યારે હાથ પકડી લે છે કોઈ વ્યક્તિ અજાણી,


નિયતિની ચાલ ક્યાં કોઈએ પિછાણી !

દુઃખનો દરિયો સૂકવી કરે સુખની લ્હાણી,

એની આગલી ચાલ શું છે ક્યાં કોઈએ પિછાણી !

માનવી તો ફક્ત છે પડદા પાછળનો કિરદાર,

બસ નિયતિ પર છે એનો સઘળો આધાર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational