નિયતિ
નિયતિ


તલભાર ન થાય ફેરફાર નિયતિના નિયમમાં.
આખરે થવાનું જે થનાર નિયતિના નિયમમાં.
હોય ભલે મોટા ચમરબંધી ધરાને ધ્રૂજાવતા,
એની પણ કર્મ પાસે હાર નિયતિના નિયમમાં.
લખે લેખ વિધાતા જન્મના છઠ્ઠા દિવસે ઘરે,
એ નહીં બદલતા લગાર નિયતિના નિયમમાં.
સિધ્ધાંત કર્મનો અટલને અફર છે જગતમાં,
કર્યું એ પામવાનો વહેવાર નિયતિના નિયમમાં.
સત્તા કર્મની છે સર્વોપરી સર્વને ઝૂકાવનારી,
જેમાં માત્ર કર્મ આધાર નિયતિના નિયમમાં.