નારી ના કદી હારી
નારી ના કદી હારી
ખુદની સાથે સૌનું રક્ષણ કરનારી
આ નારી છે એ ના કદી હારી છે
કોણ કહે છે જમાનો બદલાયો
નારી બદલાઈ ને જમાનો બદલાવ્યો
વર્દી પહેરી ખુદની પહેચાન બનાવી
ગૃહિણી બની પરિવારની રક્ષક બની
જગમાં નારીના છે રૂપ અનેક
સાથે સાથે એના કામ પણ છે અનેક
ઘર ઑફિસને સઘળી જવાબદારી નિભાવે
સાથે ખંતથી મહેનત કરી બંને કૂળનું નામ રોશન કરે
આવે મુશકેલી હજાર સામનો કરી બતાવે
ધૈર્યને ધીરજથી હર એકનું સોલ્યુશન લાવી બતાવે
પૂજ્ય છે જગમાં નારી નારાયણી બની
આ નારી છે એ ના કદી હારી છે
