નામસ્મરણ
નામસ્મરણ
નામસ્મરણ એક જ આધાર મારો,
નામસ્મરણ એક જ વિચાર મારો,
જીવનમાં સદાય સંગાથી બની જતું,
નામસ્મરણ એક જ ઉપચાર મારો,
હેત હરિ પ્રત્યે ત્યાં પ્રગટીને રહેનારું,
નામસ્મરણ એક જ શણગાર મારો,
એ મળે યા ન મળે એ કર્માધિન છે,
નામસ્મરણ એક જ આચાર મારો,
નામથી નામીને હું હંમેશાં પોકારતો,
નામસ્મરણ એક જ તહેવાર મારો,
મતલબી સંસારના માપે નથી મપાવું,
નામસ્મરણ એક જ ઉદ્ધાર મારો.
