STORYMIRROR

KANAKSINH THAKOR

Inspirational Others

4  

KANAKSINH THAKOR

Inspirational Others

ના ઉજવાય

ના ઉજવાય

1 min
166

પશ્ચિમનાં આવા દિવસો ના ઉજવાય મારા દોસ્તો,

વેલેન્ટાઇન ડે કહીને પ્રેમને ના લજવાય મારા દોસ્તો,


ભાઈ બનીને બહેનની લાગણીને તમે સમજજો,

ભાઈ બની રક્ષાનો દિવસ ના ભૂલાય મારા દોસ્તો,


શ્રવણ બની મા-બાપની તમે સદાય કરજો પૂજા,

પશ્ચિમીનાં રંગે વૃધ્ધાશ્રમ ના ભરાય મારા દોસ્તો,


ભાઈ ભાઈનો આજ બનજો તમે ટેકોને સથવારો,

ભાઈ વગર એકલાં રહીને ના ખવાય મારા દોસ્તો,


ફ્રેન્ડ બનીને મિત્ર સાથે ના કરતા તમે ફ્રોડ કે કપટ,

ફ્રેન્ડશીપ ઉજવજો, ભાઈને ના મૂકાય મારા દોસ્તો,


પત્ની તો છે પતિનાં સુખ અને દુઃખની સાચી સાથી,

ગર્લફ્રેન્ડડે ઉજવી પત્નીને ના લજવાય મારા દોસ્તો,


પશ્ચિમનાં આવા દિવસો ના ઉજવાય મારા દોસ્તો,

વેલેન્ટાઇન ડે કહીને પ્રેમને ના લજવાય મારા દોસ્તો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational