ના મળે મોતી
ના મળે મોતી


ના મળે મોતી કદી સાગર કિનારે.
ના મળે મોતી કદી મનના વિચારે.
જાય છે મરજીવા જેને પામવા
ના મળે મોતી કદી શબ્દ આધારે.
થાય છે પ્રાપ્તિ એને છીપમાંહી,
ના મળે મોતી કદી સાવ અણધારે.
વાત છે ગુમાવીને પામવાની અહીં,
ના મળે મોતી કદી બીજાના આધારે.
હોય છે મહામૂલાં સાગરના તળિયે,
ના મળે મોતી કદી ઠેરઠેર આકારમાં.