Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Romance

4  

ચૈતન્ય જોષી

Romance

ના કરો

ના કરો

1 min
267


એમ નયનથી નયનને મિલાવ્યા ના કરો,

કલ્પનાની પાંખે ઝાઝું તમે ઊડ્યા ના કરો,


હતો એ દિન નયનકટાક્ષે થઈ તારકમૈત્રી,

વારંવાર એ યાદ કરાવી તડપાવ્યા ના કરો,


મંઝિલ તો દૂર છે હજુ ને રાહ છે અટપટો,

મધુરયાદો વાગોળીને દિલ દુખાવ્યા ના કરો,


રે કિસ્મત ! યારી આપે કે ના આપે શક્ય છે,

છે એ મનમંદિર ત્યાં આગ પ્રગટાવ્યા ના કરો,


ઉરથી ઉરનું અંતર થયું હવે સાવ શૂન્ય કેવું,

કહી દ્વિવચન એને અલગ બતાવ્યા ના કરો,


'હું' એ તો હું જ છું સદાકાળ રહેનાર વળી,

ધરી મુખ સન્મુખ દર્પણને ચહેરો દેખાડ્યા ના કરો.


Rate this content
Log in