ના આપો મને
ના આપો મને
આટલો કૈં ભાર ના આપો મને,
વાતમાં આધાર ના આપો મને,
સૂર પણ આભે રહે છે ચળકતો,
તેજનો વરતાર ના આપો મને,
બાથ ભીડી છે દશાને પલટવા,
આજ તો પડકાર ના આપો મને,
સફળતા મારી સહજ મળનાર છે,
દૈવના ઉપચાર ના આપો મને,
હોય એ મા- બાપમાં વસતો સદા,
તો પછી અવતાર ના આપો મને.