STORYMIRROR

Dr.Riddhi Mehta

Inspirational

4  

Dr.Riddhi Mehta

Inspirational

મૂક વાચા દિલની

મૂક વાચા દિલની

1 min
351

વેદનાની એક અભિવ્યક્તિ આંસુ,

વાચા મૂક બને ત્યાં પડે છે આંસુ,

આંસુ પલટે જીવનનું પાસું !!


મનનાં મુંઝારાથી બનતું એ આંસુ,

લાગણીઓનાં એ ઝગારા મારતું,

આંસુ પલટે જીવનનું પાસું !!


કેટલું સચાવાયેલુ એ કિંમતી આંસુ,

પોતાનાંથી છેતરાયો ને પડ્યું આંસુ,

આંસુ પલટે જીવનનું પાસું !!


જીગરનું હોય અમીમય એ આંસુ,

લાગણીઓનું ઉપવન ચોમેર છવાતું,

આંસુ પલટે જીવનનું પાસું !!


એક પસ્તાવાનું જો બની જાય આંસુ,

જીવન તો સદાય ધન્ય બની જવાનું,

આંસુ પલટે જીવનનું પાસું !!       


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational