મુશ્કેલ
મુશ્કેલ
પતનના રસ્તેથી પાછા વળવું મુશ્કેલ,
એ રાહમાં કૈં ઉપયોગી મળવું મુશ્કેલ,
હોય છે એ પથ શેવાળ સમો સહજ,
એમાં આપણા દુર્ગુણોનું ટળવું મુશ્કેલ,
કોઈક વિરલાઓ જ પાછા ફરી શકે,
ને લખચોરાશી ફેરાથી બચવું મુશ્કેલ,
હોય છે સાવ સરળને લલચાવનારો,
બસ આટલું મનથી સમજવું મુશ્કેલ,
હરિકૃપા અને દ્રઢમનોબળ હો જરૂરી,
માનવદેહ તણા મૂલ્યને આંકવું મુશ્કેલ.
