STORYMIRROR

ચૈતન્ય જોષી

Romance Others

4  

ચૈતન્ય જોષી

Romance Others

મોરપીંછ

મોરપીંછ

1 min
623

મોરપીંછમાં કૃષ્ણને દેખાય છે રાધા,

રાધાને દેખાય છે કહાન,

એથી જ એણે શિરે ધરી રાખ્યુંને,

આપ્યું છે કેવું એને માન.


રાધા અવલોકે મોરપીંછમાં આંખ એની,

ને ક્હાનને ભાસે મોહનની આંખ,

એક આંખે કાન- રાધા થઈ રહ્યાં,

જાણે કે પરસ્પર એકાકાર.


ભલું મોરપીંછ એમને કે જે,

ઊભયની ગેરહાજરી ભૂલાવે,

રાધા ધરે વામ આંખે થાય કૃષ્ણની ઝાંખી,

કહાન ધરે દક્ષિણ આંખે રાધાની હો ઝાંખી.


વિયોગને સંયોગોમાં પલટાવે,

કમી એકમેકની કરે એ પૂરી,

વિયોગનાં અશ્રુઓ લૂંછે,

મોરપીંછ કોમળ બનીને.


Rate this content
Log in

Similar gujarati poem from Romance