STORYMIRROR

Tanvi Tandel

Inspirational

3  

Tanvi Tandel

Inspirational

મોર્ડન વુમન

મોર્ડન વુમન

1 min
980


પુરુષ સમોવડી તો ગણાઉં છું,

પણ હજુ દાખલામાં કિંમત નથી.

આધુનિકતાની દોડ વચ્ચે

મોર્ડન વુમન બની ઉભરી આવી છું.


ઘરકામ સંભાળું ને ઓફિસ પણ સંભાળું,

પતિ, બાળક, પરિવાર વચ્ચે આંટાફેરા મારુ છું.


હસતા મુખે સામાજિક જવાબદારી પણ નિભાવું છું,

હા... હું આધુનિક નારી છું.


અંતરિક્ષની સેર હોય કે રાજનીતિની કમાન,

મારી હસ્તરેખામાં સઘળા ક્ષેત્ર સમાય,


રમતગમતમાં મેડલો લઈ દેશગૌરવ વધારું છું.

"મેનેજમેન્ટ" ના પાઠો પણ શીખવાડી જાણું છું,


સંઘર્ષ, પુરુષાર્થ, ગતિશીલતા... પરિવર્તન, કોમ્પ્રોમાઈઝ

શબ્દ સઘળા મારી ડીક્ષનરીમાં સમાવું છું.

ઉન્નત મસ્તકે વટભેર જીવન હું જીવું છું.


આધુનિક વસ્ત્રો .. વિચારો.. સાધનોથી સજજ..

સુપર વુમનનો તાજ હું પહેરું.

હા..હુ મોડર્ન વુમન છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational