STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

મનવા

મનવા

1 min
455

સમજીને તું તારું સંભાળ મનવા,

ના હલાવ બીજાની ડાળ મનવા,


પરાવાણી તારા મુખની છે શોભા,

વૈખરી તો સમાન છે ગાળ મનવા,


હજુ સમય છે ચેતીને ચાલજે તું, 

બાંધી લે પાણી પહેલાં પાળ મનવા,


આંટીઘૂંટીમાં જ જીવવાનું છે તારે,

નાહકનો તું જીવને ના બાળ મનવા,


વ્યસનોને આદત જિંદગી ભરખતાં,

વાદવિવાદને હંમેશાં ટાળ મનવા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational