STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

મનોબળ

મનોબળ

1 min
464

હિમાલય સમું દ્રઢ મનોબળને ડગલાં ભરું છું,

છું માનવને કૈંક કરી છૂટવાનું લક્ષ્ય હું ધરું છું. 


કર્મપથનો પથિક છું, કર્મ સતત હું કરતો રહું છું,

હિંમત અડીખમ હૈયે મારે પુરુષાર્થ સદા કરું છું. 


ના ડરાવી શકે માર્ગના અંતરાયો કદી પણ જરા,

કરીને જંપવાનો લક્ષ્યવેધ ક્યાં પારોઠ ભરું છું. 


સફળતા મારી હશે કર્માધિન નહીં કે પ્રારબ્ધની,

પગલે પગલે પાવક સમ થૈ ક્યાં પાનખરે ખરું છું ? 


નગાધિરાજ સમ ઉન્નત સ્થિર મુજ ધ્યેય અચળ,

આફત છોને કરે પડકાર એનાથી ક્યાં હું ડરું છું ! 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational