મને વીંટળાયો આ પવન પરખનો
મને વીંટળાયો આ પવન પરખનો
ધરા મંગલા તું ચોતરો અકળનો
મને વીંટળાયો આ પવન પરખનો,
પુનિત આભા, નભ સજે પ્રગટતી દૈવી
અક્ષય ભંડારા, ભરતી રમતી નિયતિ
અહેસાસ ઝીલું ભીતરે હું અલખનો
મને વીંટળાયો આ પવન પરખનો
શમે જલતરંગો ચાંદની સંગ લહરી ઉરે
ઝૂમતી ગાતી કુદરત હસી આ સોળસી
પરમથી પ્રગટી ઝગમગાવે ગેબી ખજાનો
મને વીંટળાયો આ પવન પરખનો,
અનુભૂતિએ એ ઓળખાણો નિરાકારી
અહેસાસ ઝીલું ભીતરે નિત અલખનો
મને વીંટળાયો આ પવન પરખનો.
