STORYMIRROR

AMRUT GHAYAL

Classics

0  

AMRUT GHAYAL

Classics

મન મરણ પહેલા મરી જાય

મન મરણ પહેલા મરી જાય

1 min
523


મન મરણ પહેલા મરી જય તો કહેવાય નહી

વેદના કામ કરી જાય તો કહેવાય નહી

આંખથી અસ્રુ ખરી જાય તો કહેવાય નહી

ધૈર્ય પર પાણી ફરી જાય તો કહેવાય નહી

એની આંખોને ફરી આજ સુઝી છે મસ્તી…

દીલ ફરી મુજથી ફરી જાય તો કહેવાય નહી

આંખડી ભોળી, વદન ભોળુ, અદાઓ ભોળી..

પ્રાણ એ રુપ હરી જાય તો કહેવાય નહી…

કંઇ મજા મીઠી તડપવામાં મળે છે એ ને…

દીલ વ્યથા વેરે વરી જાય તો કહેવાય નહી

આંખનો દોષ ગણે છે બધા દીલ ને બદલે …

ચોર નીર્દોષ ઠરી જાય તો કહેવાય નહી



શોક્નો માર્યો તો મરશે નહી તમારો આ “ઘાયલ”

ખૂશી નો માર્યો મરી જાય તો કહેવાય નહી


Rate this content
Log in

Similar gujarati poem from Classics