મળ્યું છે જીવન
મળ્યું છે જીવન
અંતરમા મમતાના દિપ પ્રગટાવીએ
હૈયાના હેતથી સૌને અપનાવીએ
મળ્યુ છે જીવન તેને સાર્થક કરીએ
ઈશ્વરની ભક્તિમાં ધ્યાન ધરીએ
આધ્યાત્મીક માર્ગે જીવન દોરીએ
મળ્યું છે જીવન તેને સાર્થક કરીએ
પ્રેમથી વધે છે જગમાં પ્રેમ તે જાણીએ
વેર ટળે અને મિત્રતા વધે કામ તેવા કરીએ
મળ્યું છે જીવન તેને સાર્થક કરીએ.
પરિવાર સંગ પ્રેમનું વાતાવરણ નિર્માણ કરીએ
અન્યના હિત કાજે થોડું મનોમંથન કરીએ
મળ્યું છે જીવન તેને સાર્થક કરીએ.
વડીલોની આજ્ઞાને માન સન્માન દઈએ
બાળક સંગ બાળક બની નિર્દોષ બનીએ
મળ્યું છે જીવન તેને સાર્થક કરીએ.
આ દુનિયા છે એક બાગ ઈશ્વર દરબારના
આપણે સૌ ફુલ એ બાગ તણા ઈશ્વરના
મળ્યું છે જીવન તેને સાર્થક કરીએ..
