STORYMIRROR

ચૈતન્ય જોષી

Romance

4  

ચૈતન્ય જોષી

Romance

મળે ના મળે

મળે ના મળે

1 min
291

કરું છું પ્રતિક્ષા સન્મુખ તું મળે ના મળે,

ને મુલાકાત તારી પછી કદી ફળે ના ફળે,


વીત્યા દિવસો મબલખ તને જોયાના એ,

તું ખુદ મારી મન મૂંઝવણને કળે ના કળે,


વેદના વિયોગની તો ઊભયપક્ષે રહેવાની,

ને ચિરઃ પ્રતિક્ષા મારી તારી ટળે ના ટળે,


તું છો ઊછળકૂદ કરતી સરિતાસમી જો,

હું બની અબ્ધિ રાહ જોઉં ભળે ના ભળે,


એક અંતરે બે- બે દિલ એકમેકમાં લોપ,

તું તો રહી મેનકા કો' કૌશિક ચળે ના ચળે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance