મળે ના મળે
મળે ના મળે


ઊગતી ઉષાની લાલિમા
અને આથમતી સંધ્યાના રંગે રંગી લઈએ આ જીવન,
ફરી આ ક્ષણ આ પળ મળે ના મળે,
અવનીને ધરાનું મિલન ક્ષિતિજે
રચે સુંદર અદભૂત દ્રશ્યો
ચાલ ! એને માણી લઈએ
ફરી આ સાંજ મળે ના મળે,
ઉદય એનો અસ્ત છે,
જીવન એનું મૃત્યુ છે,
ઘટમાળ છે આ જીવનની
મળ્યું છે જીવન તો જશ્ન મનાવી લઈએ
ફરી આ મનુષ્ય અવતાર મળે ના મળે,
જીવન છે પરપોટા જેવું ક્ષણિક
ક્યારે ફૂટી જશે કોને ખબર !
જે નથી મળ્યુંં એનો અફસોસ શું કરવો ?
છે એને માણી લઈએ,
ફરી આ મોંઘેરી મૂડી મળે ના મળે.