મળે મને
મળે મને


મારા હાસ્ય પાછળના દર્દને કોઈ ઓળખી શકે,
એવું કોઈ સ્વજન મળે મને,
હું ચાલતો રહું એકલો મારી મંઝિલ તરફ,
રસ્તામાં કોઈ સથવારો મળે મને.
અંદરોઅંદરજ મરતો જાઉ છું,
કોઈ મોજથી જિંદગી જીવાડનારુ મળે મને,
દુઃખના ઘુંટડા તો હું એકલોજ પી જઉ છું,
સુખનો સરવાળો કરનારુ મળે મને.
આપ કહો એમાં સહમત છું હું,
પણ મારી ઈચ્છા પૂછનારુ કોઇ મળે મને,
ફક્ત જિંદગી જીવી જાણો એટલું પૂરતું નથી,
કોઇ સપના પૂરા કરનારુ મળે મને.
હું જીવન જીવવું મારી મરજી મુજબ,
પછી ભલેને ગમે તે પરિણામે એનું મળે મને,
હું પણ માંગી લઉ જે ઇચ્છુ તે,
જો અલ્લાઉદ્દીનનો ચિરાગ મળે મને.
મારે પણ ઉડવું છે ખુલ્લા આકાશમાં,
જો સ્વતંત્રતાની પાંખો મળે મને,
મને પણ પીગળવું છે,
લાગણીના હુંફની વરાળ મળે મને.
મને તો બધુંજ ગમતું મળ્યું છે અને થયું છે, મારા ગમતાને
પણ એમનું બધું ગમતું થાય અને મળે એમને,
એવું કોઈ કહેનારુ મળે કે નથી રહેવું બંગલા કે મહેલમાં,
જો હદયમાં તારા જગા મળે મને.
મારા લીધેલા નિર્ણય માટે હું જવાબદાર,
એ માટે જવાબદાર નહીં તેવું કોઈને,
મળેલી જિંદગીને અર્થપૂર્ણ કરી બતાવ,
પછી બીજીવાર આવી તક નહીં મળે તને .
આટલું અભિમાન ના કર "જીત",
ભગવાન ના કરે તારા કરતાં પણ,
કોઈ માથાભારે મળે તને.