બાળપણ બાળપણ રમીએ
બાળપણ બાળપણ રમીએ


યુનિફોર્મ પહેરી સ્કૂલ વાનમાં,
મોજ મસ્તી કરતા જઈએ,
ચાલ તેવો અનુભવ કરવા,
આપણે બાળપણ બાળપણ રમીએ.
રીસેસમાં ચણીયા બોર,
આંબલી, આંબલીયા અને
ભુતડો, તેવું ખાવા,
ચાલ આપણે બાળપણ બાળપણ રમીએ.
પેલી ઓપીંગો - બેથીંગો વાળી રમત,
અને હાથમાં ફાઇ સ્ટાર દોરીએ,
ચાલ તેવી જૂની યાદો તાજી કરવા,
આપણે બાળપણ બાળપણ રમીએ.
તારી ચોકલેટ હાથમાંથી પડી જાય
અને હું કહું રામ કે ભૂત,
ચાલ તેઓ અનેરો આનંદ માણવા,
આપણે બાળપણ બાળપણ રમીએ.
મમ્મીથી રિસાઈ ને કહ્યા અને
જમ્યા વગર દૂર સુધી સાઇકલ લઇને જતા રહેવું,
તેવું ફરીથી રીસાવાચાલ,
આપણે બાળપણ બાળપણ રમીએ.
આ ભાગદોડવાળી જિંદગી અને
જરૂરિયાતવાળા સંબંધોથી દૂર,
પેલા મીઠા ઝઘડાનો આનંદ લેવા ચાલ,
આપણે બાળપણ બાળપણ રમીએ.
ભેગા મળીને નારગોલ સંતાકુકડી અને
મોઈ ડંડીએ રમીએ પછી,
પહેલી માટલી ચિરાવાની ચીસો પાડવા ચાલ,
આપણે બાળપણ બાળપણ રમીએ.
ચાલ "જીત" આ મંઝિલ વગરના રસ્તા પર,
અવિરત ભટક્યા કરવા કરતા,
પેલા જેવી નિસ્વાર્થ અને નિર્દોષ મિત્રતા માણવા,
આપણે બાળપણ બાળપણ રમીએ.