STORYMIRROR

KAUSHAL PANDYA

Children Stories Drama

4  

KAUSHAL PANDYA

Children Stories Drama

બાળપણ બાળપણ રમીએ

બાળપણ બાળપણ રમીએ

1 min
555

યુનિફોર્મ પહેરી સ્કૂલ વાનમાં મોજમસ્તી કરતા જઈએ,

ચાલ તેવો અનુભવ કરવા આપણે બાળપણ બાળપણ રમીએ, રીસેસમાં ચણીયાબોર, આંબલી, આંબલીયા અને ભૂતડો, તેવું ખાવા ચાલ આપણે બાળપણ બાળપણ રમીએ,


પેલી ઓપિંગો બેઠીન્ગો વાળી રમત અને હાથમાં ફાઇ સ્ટાર દોરીએ, ચાલ તેવી જૂની યાદો તાજી કરવા, આપણે બાળપણ બાળપણ રમીએ.


તારી ચોકલેટ હાથમાંથી પડી જાય અને હું કહું રામ કે ભૂત, ચાલ તેઓ અનેરો આનંદ માણવા આપણે બાળપણ બાળપણ રમીએ. મમ્મીથી રિસાઈ ને કહ્યા અને જમ્યા વગર દૂર સુધી સાઇકલ લઇને જતા રહેવું, તેવું ફરીથી રીસાવા ચાલ આપણે બાળપણ બાળપણ રમીએ.


આ ભાગદોડવાળી જિંદગી અને જરૂરિયાતવાળા સંબંધોથી દૂર, પેલા મીઠા ઝઘડાનો આનંદ લેવા ચાલ આપણે બાળપણ બાળપણ રમીએ.


ભેગા મળીને નારગોલ સંતાકુકડી અને મોઈ ડંડીએ રમીએ, પછી પહેલી માટલી ચિરાવાની ચીસો પાડવા ચાલ આપણે બાળપણ બાળપણ રમીએ.


ચાલ "જીત" આ મંઝિલ વગરના રસ્તા પર અવિરત ભટક્યા કરવા કરતા, પેલા જેવી નિ:સ્વાર્થ અને નિર્દોષ મિત્રતા માણવા આપણે બાળપણ બાળપણ રમીએ.


Rate this content
Log in