Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhairvi Maniyar

Inspirational

4.8  

Bhairvi Maniyar

Inspirational

મલકાતાં ફૂલડાં

મલકાતાં ફૂલડાં

1 min
394


સંસારની કેડી પર, હસતાંરમતાં ફૂલડાં 

બાળકનું મુખ દેખતાં, રાજીરાજી થઈ ગયાં,


દાક્તરની એક ભૂલથી, દુ:ખીદુ:ખી એ થયાં,

વીજળી જેવો આંચકો, એ તો અનુભવી રહ્યાં,


હકીકત સ્વીકારીને, સામે પ્રવાહે તરી રહ્યાં,

દિવ્યાંગ બાળઉછેરમાં, ખંતથી લાગી રહ્યાં,


પગભર કીધો દીકરો, અંતરથી એ મલકી રહ્યાં,

નાનકાની હરણફાળ કાજે ધ્યાન એ આપી રહ્યાં,


નાનો ભાઈ દોડી રહ્યો, મોટા ભાઈને પરણાવવા 

પ્રેમ માડી જાયાં તણો ભાળી માતતાત રાજી થયાં,


પરણાવ્યો હોંશે દીકરો, હરખાતાં એ ફૂલડાં,

દેવે દીધી દીકરી, એમ વધૂને આવકારતાં,


દેરાણીને પોંખવા જેઠાણી ઉતાવળાં થયાં,

હળીમળીને પ્રેમથી ફૂલડાં સૌ મલકી રહ્યાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational