મહોરું
મહોરું
સંસાર સાગરે મોજા ઉઠે લગાતાર,
ચાલતા રહે જીવન ભર નિરંતર,
બની શકે છે સારાનરસા કે મિક્ષણ
પણ જીવન જીવવું પડે હર ક્ષણ.
જીવવું કોની સાથે ખુમારી કે લાચારી ?
એની તો પસંદગી હશે ખુદ તમારી,
દુઃખ ભર્યું મોઢું દેખાડશે મજબૂરી,
હસતું મોં પ્રમાણિત કરશે ખુમારી.
તમને દુઃખી જોઈ ને લોકો તો હસશે,
વગર સ્વાર્થે કોઈ મદદ ન કરશે,
છુપાવી દુઃખને જીવવું એ કારીગરી,
થશે અંદર પેદા આત્મશક્તિ તમારી.
ભલેને જીવનમાં હોય ઘણા જ દુઃખો
ચહેરો તમારો સદા હસતો રાખજો,
આપો આપજ મળતા જશે નવારસ્તા,
ન ક્યારેય બીજાના ભરોસે બેસતા.
ખુશીઓ તણું મહોરું સદા બચાવશે,
ખુદ દુઃખો તમારી ખુમારી વધારશે,
રોવું આવે તો એકલા જઈ રડી લેજો,
પણ નીજ વ્યથા કોઈને કહીના દેજો
