STORYMIRROR

Chirag Padhya

Classics

3  

Chirag Padhya

Classics

મહિલા

મહિલા

1 min
713



સમજણનો દરિયો તો,

ક્યાંક

બલિદાની હું નારી છું.

લડતી એક વિરંગના તો,

ક્યાંક

સહનશક્તિમાં વારી છું.

આધુનિક મહિલા હું છું,

અને

સંસ્કારી સન્નારી છું.


સુંદરતાની દેવી તો,

ક્યાંક

રણચંડી મહાકાળી છું.

ક્યાંક સઘળું જીતી લઉં તો,

ક્યાંક

સઘળું હારી છું.

આધુનિક મહિલા હું છું,

અને

સંસ્કારી સન્નારી છું.


ક્યાંક અશક્ત નબળા તો,

ક્યાંક

સશક્ત બધાને ભારી છું.

ક્યાંક નરમ મોમ જેવી તો,

ક્યાંક

તેજ કટારી છું.

આધુનિક મહિલા હું છું,

અને

સંસ્કારી સન્નારી છું.


ઘર જોડતી સાંકળ તો,

ક્યાંક

નફરત તોડતી આરી છું.

અલગ અલગ કિરદારે

હું તો,

દરેકને વ્હાલી છું.

આધુનિક મહિલા હું છું ,

અને

સંસ્કારી સન્નારી છું.




Rate this content
Log in

Similar gujarati poem from Classics