STORYMIRROR

Vrajlal Sapovadia

Tragedy Inspirational

3  

Vrajlal Sapovadia

Tragedy Inspirational

મહામારી

મહામારી

1 min
451


હુમલો કરતા ક્રૂર અદ્રશ્ય દુશ્મનો

મુશ્કેલ બને કરવો એનો સામનો


કોરોના ઇબોલા રાખે રૂપાળા નામ 

વિના વાંકે મારવાના કરે છે કામ 


વિચિત્ર સુક્ષ્મ વિષાણુની છે કજાત

ઉત્પતિ ચાલતી એની દિવસ રાત


મિત્ર ખભે બેસીને છૂપી બંદૂક ફોડે

શ્વાસમાં પ્રવેશી કંઈકના દમ તોડે


મિલાવી હાથ ને વિશ્વાસઘાત કરે

દર્દી હસ્તધૂનનથી બિચારાઓ મરે


જીવાણુ ડંખીલા શરમ એ શેની ભરે

ગરીબ અને તવંગર સૌ કોઈ મરે


ભૂલકા યુવા વૃદ્ધ એની ઝપટે ચડે 

મહામારી નામ સુણી સૌ કોઈ રડે 


હુમલો કરતા ક્રૂર અદ્રશ્ય દુશ્મનો

સ્વચ્છતા રાખી કરો એનો સામનો 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy