માતૃત્વ
માતૃત્વ


દીકરાનું મીઠું મલકતું મુખડું, આખી દુનિયામાં લાગે સૌથી ઢુકડું,
ઉગે ઉરમાં એક કોડ,હર જન્મે તારાથી સજાવું કોખ..
કરી આજીજી ત્રણેય દેવતા ને
બ્રમ્હા, વિષ્ણુ ને મહેશ.
ફરી ગોદમાં આ જ બાળ ઉછેરુ,
મને આપજો ફરી સ્ત્રીનો વેશ.
ફરી સ્ત્રી રુપે જનમવાની છે આકરી થોડી કસોટી !
બોલ્યા પ્રભુ " પ્રશ્નોના આપી જવાબ પાર કર એ કસોટી !
સ્ત્રી બનવું નથી સહેલું એ વિચારી લે સૌથી પહેલું
ગળે બાજ્યો હોય ડૂમો તને રાગ વસંત ગાતા આવડે?
દિલ માં ઉભરે સુનામી પછી તને ઝળઝળીયા માં તરતા આવડે?
અધૂરા અરમાનો ને છાવરી તને પૂર્ણતા બતાવતા આવડે?
દીકરા ના સુખી દામ્પત્ય માટે તને કાળજુ કાપતા આવડે?
હા !! હું આ બધામાં માહિર છું.
હું આ જન્મે એક સ્ત્રી છું.
પ્રભુ, હું એક મા છુ.
વાહ...માન્યું કે તુંં આ જન્મે સ્ત્રી જ છો.જા આવતા જન્મે પણ તને "સ્ત્રી" નું શરીર અપાશે.