Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Lata Lata

Others Romance

3  

Lata Lata

Others Romance

આ પવન

આ પવન

1 min
14.5K


સખી જોને!

છે કેવો નઠારો,

આ પવન મારુ ગવન લઈને ભાગ્યો.


એકાંતે બેઠી'તી ગુમસુમ હું ઓરઙે,

કંઈક ખખઙાટ મને સંભળાયો ખોરઙે,

આવી ઉંબર સુધી,

પિયુ આવ્યાનો અણસાર મને લાગ્યો.

સખી જોને!

આ પવન મારુ ગવન લઈને ભાગ્યો.


ગોરંભાયેલ આકાશે બેઠો'તો છુપાઈને,

નાજુક લતા વાવઙ પુછતી'તી લજાઈને,

એકાદ પાંદઙુ હલાવ,

કહીને અમથો અમથો એને તાગ્યો.

સખી જોને!

આ પવન મારુ ગવન લઈને ભાગ્યો.


વાવઙ મોકલવા'તા પિયુને એની સંગાથે,

ભેજ થોઙો લઈ જા, જે બાજ્યો છે આંખે,

સુગંધની લાલચે,

મેં એનો વખત થોઙો માગ્યો.

સખી જોને!

આ પવન મારુ ગવન લઈને ભાગ્યો.


લે! લઈ જા તું મારા શ્વાસ થોઙા થોઙા,

વિંટાળી લે ઉરના વિશ્વાસ થોઙા થોઙા,

કહેજે સાજનને,

વિરહનો કેવો કાંટો મને વાગ્યો.

સખી જોને!

આ પવન મારુ ગવન લઈને ભાગ્યો.

લતા પંડ્યા


Rate this content
Log in

More gujarati poem from Lata Lata