માતૃભાષા
માતૃભાષા
ગુજરાતી ભાષા છે પ્યારી મને લાગે વ્હાલી વ્હાલી,
આ માતૃભાષા રૂપે મુજને મળી છે જાહોજલાલી,
પ્રથમ જયારે બોલ્યો મારી માતૃભાષા કાલીઘેલી,
સમજાણી વાચા અને પ્રેમની ચડી'તી મને હેલી,
સમજાય તો એ સહેલી નહીતર છે એક પહેલી,
માઁ ની જેમ જ માતૃભાષા મને લાગે છે વ્હાલી,
કવિઓની કહેલી અને લેખકોની છે લખેલી,
આ ભાષાને તો સંતો એ પણ છે શણગારેલી,
ભજન અને કીર્તનમાં પણ છે ખુબ સમાયેલી,
નરસિંહ અને મીરાનાં પદમાં છે એ ગવાયેલી,
વેદ શાસ્ત્ર અને પુરાણોમાં છે એ પથરાયેલી,
પુરાતન પ્રાચિન કોતરણીમાં છે કંડારાયેલી,
કુંભારની કલામાં કલ્પનાથી છે કલ્પાયેલી,
ભણતર અને જડતરમાં પણ છે જડાયેલી,
ચારણનાં સાહિત્યમાં છે એ સચવાયેલી,
ગઢવીનાં દુહામાં પણ છે એ બિરદાવેલી,
બીજી બધી ભાષાઓમાં પણ છે વખણાયેલી,
"મોહિત" નાં મનમાં માતૃભાષા છે ખુબ વસેલી!