જવાન
જવાન
1 min
232
અંતરથી આશિષ છે તુંજને ઓ શહીદ જવાન
તમારા લીધે આપણો દેશ રહયો છે મહાન,
ટુકડા થયા પુલવામાં તારા તોયે તુંં સાવધાન
પોતાના દેશ માટે તું તો થઈ ગયો કુરબાન,
કર્યો ઘા પાછળથી હરામીઓએ ભૂલીને ભાન
સામી છાતીએ લડે એવા નથી નપુંસકો તાકાતવાન,
હંમેશા નાંખી છે મારા સરહદના જવાનો એ વાત કાન
દેશ મારો મહાન બને ભલે આવે ઝંઝાવાતનું તોફાન,
પુલાવાની શહીદી તારી નહી જાય એળે જવાન
ઉતરશે એર સ્ટ્રાઈક કરવા ત્યાં ઢગલા બંધ વિમાન,
દુશ્મનોની સરહદમાં જઈ આવી ગયો અભિનંદન
તમારા જેવા જવાનોને શત્ શત્ છે મારા વંદન.