હોળી અને કોરોના
હોળી અને કોરોના
હોલિકાના દહનની સાથે જશે આ કોરોના,
હિરણ્યકશ્યપુની જેમ જુલ્મી થયો કોરોના,
ના પાણીથી ના અગ્નિથી દુર થયો કોરોના
ના રાતે ના દિવસે હર પળ છે આ કોરોના,
ના શસ્ત્ર કે ના અસ્ત્રથી જશે આ કોરોના
માસ્ક પહેરી વરાહ બનશું તો જશે કોરોના,
સેનીટાઈઝ કરી નૃસિંહ થશું તો જશે કોરોના
દૂર રહીને પણ સંગાથ રહો તો જશે કોરાના,
વેક્સિન રૂપે બ્રહ્માસ્ત્ર મારશું તો જશે કોરોના
અંતે હિરણ્યકશ્યપુની જેમ હારશે આ કોરોના,
મોહિત કહે મનથી નિયમો પાળો તો જશે કોરોના.
