પ્રેમનો રંગ્યો ફાગણ
પ્રેમનો રંગ્યો ફાગણ
રંગ વરસે ફાગણ આવ્યો રે મારી સખી
પ્રેમની મને હેલી ચડી,
પ્રિતની પિચકારીને રંગ છે એમાં અનેક,
હું લગાવું તું લગાવે રંગે રંગાઈ એકમેક
પ્રેમની મને હેલી ચડી,
રાધા સંગ ખૂબ રંગે તું રમતો ઓ કાનુડા
આવ મુજ સંગ રમવા ઘોળ્યા મેં કેસૂડાં
પ્રેમની મને હેલી ચડી,
રંગ લગાવ અંતરમાં ઉતરે એવો વા'લા
દર્શનની છે એક આશ કરું કાલાવાલા
પ્રેમની મને હેલી ચડી,
તારી ને મારી પ્રિત કા'ના રહે ભવોભવ
મોહિત થઈ છું તારા પર ઓ રે માધવ
પ્રેમની મને હેલી ચડી.