STORYMIRROR

Vanaliya Chetankumar

Romance

2  

Vanaliya Chetankumar

Romance

મારું ગામડું

મારું ગામડું

1 min
143

અરે ગામડું છે, ભાઈ ગામડું છે,

ગૌરવ અપાવતું ગામડું છે,


અરે મહેનતને માણતું ગુંજન કરતું ગામડું છે,


સવાર પડે ને અહી સૂરજને વધાવીએ

કિરણોને માણીએ મજા અમે માણીએ,


ખેતરના ખંતને લઈને અમે અનાજ વાવીએ

અનાજ પકવીને દેશ ને જમાડીએ,


તહેવારો ને અમે ઉમંગથી ઉજવીએ

સાથ સાથ રહીને અમે સૌને સાચવીએ,


સુખ ના દુઃખ અમે સાથી બનીને રહીએ

એક એક મળી અમે એકતા બતાવીએ,


ગામડાનું જીવન અમારું સુખી ને સાદું

હળીમળીને અમે સંગે સંગે કામો કરીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance