મારું અસ્તિત્વ - મારા પપ્પા
મારું અસ્તિત્વ - મારા પપ્પા
ઝાલી ટચૂકડી આંગળી, ને બતાવી રાહ સત્યની !
ન લલચાઉ જૂઠા સંગથી,
બનું સાચી ઈજ્જત તમારી,
પા-પા પગલી ભરાવતાં શીખવી તમે દુનિયાદારી !
આ ઝાાંઝવા જેવા સંંબંધોમાં,
નિભાવું અણમોલ સંબંધ તમારો.
રમત-રમતમાં જ ભણાવી દીધા પાઠ સમજણના !
ખોખલી રસમોની હરિફાઈમાં,
જીતુું વટથી સ્વાભિમાન તમાારું.
વાતો વાતોમાં જ ભરી દીધી હિંમત મુજ નાજુક હૈયે !
ચક્રવ્યૂહ નિરાશાતણો ભેદી,
અધૂરાં અરમાનો પૂર્ણ કરુ તમારાં.
પળે પળે એક નાજુક જીવનનેે સક્ષમ બનાાવ્યું !
હરેક ક્ષણે મુજ અસ્તિત્વમાં,
દર્શન કરાવેે ખુદ ખુદા તમારાંં.
