મારુ સરનામુ
મારુ સરનામુ
એય સંભાળને તને જ કહુ છું
તું ભલે કરે ઇનકાર પણ
તારી જાણ બહાર
હું હજુ તારામાં રહું છું,સાચ્ચે
સાચી લાગણીઓને કઈ ફૂટપટ્ટીથી..
માપવી નથી પડતી
હા..સાબિતીઓ પ્રેમની રોજેરોજ..
આપવી નથી પડતી
સુગંધને ક્યાં કહેવું પડે કે
ફૂલ છે મારુ સરનામુ
એમ જ તારી આંખ પર પણ
તકતી રાખવી નથી પડતી

