મારો પરિવાર
મારો પરિવાર
લાગે છે જીવવા જેવો આ સંસાર,
જો ને કેવો સુંદર છે મારો પરિવાર,
પિતા મારા પ્રેરણાનું ઝરણું,
તકલીફમાં લઉં હું એનું શરણું,
માતા મારી હૂંફ આપે,
પૂરી દુનિયાનું સુખ આપે,
ભઈલો મારો સ્નેહાળ,
સુખ દુઃખમાં કરે સારો વહેવાર,
બેનડી મારી નખરાળી,
એતો છે જગતથી સાવ નિરાળી,
ઘરમાં ખુશીયો લાવે તાણી,
એવી સુંદર એની વાણી,
જાણે સ્નેહની સરવાણી,
મારો પરિવાર દોડતી ભાગતી જિંદગીમાં વિસામો મારો,
ખૂબ સુંદર છે મારો પરિવારનો માળો,
દરેક પોતપોતાનો આપે એમાં ફાળો,
ખુશીઓનો લાવે ખજાનો,
એવો સુંદર પરિવાર મજાનો,
મારા અસ્તિત્વનો આધાર,
એના વિના હું સાવ નિરાધાર,
મારા જીવન ને આપે નવો આકાર,
મારા સપના ઓ કરે સાકાર,
એવો સુંદર છે મારો પરિવાર,
મારો પરિવાર મારી શક્તિ,
સાથે મળે સહુ રહીએ એ જ મારી ભક્તિ,
પરિવાર સાથે રાખું હું સંબંધ,
તેના થકી વ્યક્તિત્વ મારું અકબંધ,
તેના થકી આવે ખુશીઓની સુંગંધ,
એવો સુંદર સરોવર જેવો મારો પરિવાર,
જેના થકી આનંદમય બને મારા સાતેય વાર.