STORYMIRROR

Chaitanya Joshi

Inspirational

3  

Chaitanya Joshi

Inspirational

મારી શાળા

મારી શાળા

1 min
25.7K


મા શારદાના ધામ સમ લાગતી મારી શાળા,

ભૂતળની ભવ્યતા સમ ભાસતી મારી શાળા.


વીણાવાદિનીની સ્તુતિથી પ્રભાત ઉજાળતી,

ભજન ધૂન સુવિચારથી શોભતી મારી શાળા.


પ્રકૃતિના સાનિધ્યમાં સદૈવ પ્રેરણાને પામતી,

વિદ્યાભ્યાસે જ્ઞાનને એ પ્રસારતી મારી શાળા.


પ્રવાસ પ્રવૃત્તિને પરીક્ષામાં પ્રત્યેકને પ્રેરનારી,

પરિણામે નંબર અવ્વલ લાવતી મારી શાળા.


વસુધૈવ કુટુમ્બકમની વૃત્તિ દ્રષ્ટિગોચર થતી,

વિદ્યાવ્યસનીને સદાકાળ ફાવતી મારી શાળા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational