મારી પ્રિય ચ્હા
મારી પ્રિય ચ્હા
પ્રિય ચ્હા...તું મને ગમે છે,
કારણ અગણિત છે.. .બસ, તું જ મને ગમે છે.
તારો એક કપ શુ કમાલ કરી જાય છે,
સૂતા લોકોની ઊંઘ ઉડાડી જાય છે.
મોર્નિંગ અલાર્મની જેમ,
આખી દુનિયાને જગાડી જાય છે.
કોઈકના માટે સવારે તારો કડક -મીઠા સ્વાદવાળો,
એક કપ પણ ચાલી જાય છે,
તો કેટલાક માટે દસ કપ પણ ઓછા પડી જાય છે.
દુઃખમાં ગમ ને ભૂલાવવા અને સુખમાં ખુશીઓ વધારવા,
તારુ જ તો નામ લેવાય છે.
તું જ તો છે...જે દરેક માહોલમાં સેટ થઇ જાય છે,
એક દિવસ ના મળે..તો દિવસભર યાદ આવે છે.
તારી સાથે પારલે-જી મળી જાય..
બસ..એમાં જ જિંદગીનો પરમ-આનંદ છે,
બાકી બધુ તો બસ મોહ-માયા છે.
સવારે ઘરની રસોઈમાં અને રાત્રે તફરી પર
હું તારી જ તો રાહ જોવ છું.
તેથી તું મને ગમે છે, તું મને બહુ ગમે છે.