મારે કંઈક બનવું છે
મારે કંઈક બનવું છે


મારે કંઈક બનવું છે,
પારિજાત બની ખીલવું છે,
ફોરમ બની મહેકવું છે,
સમીર સાથે ડોલવું છે,
હરિના ચરણે ચઢવું છે,
પંખી બની ઉડવું છે,
ગામે-ગામ ફરવું છે,
કલરવ કરી ગહેકવું છે,
કવિ બની લખવું છે,
મારે, સમાજને સમજાવવું છે,
દુનિયા કેવી છે તે બતાવવું છે,
સૂર્ય - રાશિ સાથે રહેવું છે,
તારા સાથે ટમટમવું છે,
નેતા બની દેશભક્તિ,
સૈનિક બની દેશરક્ષા કરવી છે,
પ્રકાશ બની પથરાવું છે,
તેમાં મારુ નામ સજાવવું છે,
મારે, આ રીતે જીવન જીવવું છે,
જીવનમાં મારે કંઈક બનવું છે.