મારે
મારે


અવિરત શબ્દોનો સંસાર મારે,
સતત અર્થો તણો વિસ્તાર મારે,
સાહિત્ય સંગે સર્વસ્વ સાનુકૂળ,
ઈશપ્રેરણાને હોય આવકાર મારે,
ડગલેપગલે વાત સ્ફુરણાની હો,
થાય રચનાનો પછી આકાર મારે,
નિજાનંદે નયનથી કેવું નજરાતું,
સફળ થયો મનુજ અવતાર મારે,
સમીપ સત્ય સનાતન સાંપડતું,
દિલદર્દનો હાથવગો ઉપચાર મારે.