STORYMIRROR

Manishaben Jadav

Inspirational

3  

Manishaben Jadav

Inspirational

મારે કરવી છે આજ વિશ્વ કેરી સફર

મારે કરવી છે આજ વિશ્વ કેરી સફર

1 min
222

વિશ્વ કેરી સફર પર નીકળી છું આજ

દેશ અને દુનિયાને માણવા નીકળી છું આજ

મારે કરવી છે આજ વિશ્વ કેરી સફર...!


જોવા છે મારે હિમાલય પર્વત ઊંચા ઊંચા

 તેની સુંદરતા વધારતા વૃક્ષો ને પશુઓ સંગાથ

 મારે કરવી છે આજ વિશ્વ કેરી સફર...!


જો ને કેવી ખળખળ વહેતી નદી વિશાળ

 એને કિનારે ઊંચી ઊભેલી નારિયેળી વિશાળ

મારે કરવી છે આજ વિશ્વ કેરી સફર...!


કુદરત કેરી જોવી છે મારે સુંદરતા અપાર

 જેને શોભાવતા ફૂલડાં ને બગીચા અપાર

મારે કરવી છે આજ વિશ્વ કેરી સફર...!


મારે જોવા છે શહેર તણાં બંગલા મોટા મોટા

ગામડે ગામડે જોવા સંપ સહકાર સહુના મોટા

મારે કરવી છે આજ વિશ્વ કેરી સફર...!


મારે જોવી છે દુનિયા રંગબેરંગી પતંગિયાની

મારે જોવી છે દુનિયા પક્ષીઓના કલરવની

મારે કરવી છે આજ વિશ્વ કેરી સફર...!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational