STORYMIRROR

Chaitanya Joshi

Inspirational

3  

Chaitanya Joshi

Inspirational

મારે આંગણે

મારે આંગણે

1 min
27K


સંભળાય કોકિલના ટહૂકાર મારે આંગણે,

વરતાય જ્યાં મયૂર પદસંચાર મારે આંગણે.

પામે મૂઠી જાર કપોતવૃંદ ઘૂઘવાટ કરતાં, 

કાક શબ્દે અતિથી આવકાર મારે આંગણે.

ભૂલકાં કરતાં ધિંગામસ્તી ફળીને શોભાવે, 

કરતાં ફરિયાદો જે વારંવાર મારે આંગણે.

સાંજ સમે થૈ વયસ્કો ભેળા તરુવર નીચે,

કવિસંગ સાહિત્યના ઉચ્ચાર મારે આંગણે.

કો' પથિક ઘર પૂછતા આવે નામ લૈને મારું, 

સત્કાર અને સરભરા થનાર મારે આંગણે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational