STORYMIRROR

KANAKSINH THAKOR

Children

4  

KANAKSINH THAKOR

Children

મારા પિતા

મારા પિતા

1 min
306

પિતા તો મારા છે તપતા સૂરજ

પિતાનાં ચરણોની લેજો તમે રજ,


સૂરજ તપીને આપે છે ઉજાસ

પિતાનાં ક્રોધમાં પણ છે સુવાસ,


સૂરજ આપે ધરાને ગરમ લાયો

પિતા કુટુંબને આપે શીતળ છાંયો,


સૂરજ છે સૌ જીવોનો આધાર

પિતા વિના ઘર બને નિરાધાર,


સૂરજ તો કયારેક બાળે કે ઠારે

પિતા સદા હોય પરિવારની હારે,


સૂરજ તો ધરા પર ઓકે આગ 

પિતાનાં હૈયામાં વિરહનો ફાગ,

 

સૂરજ કરતા મારા પિતા મહાન

મારા પિતા માટે જીવન બલિદાન.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children