STORYMIRROR

Rekha Shukla

Children Inspirational Others

3  

Rekha Shukla

Children Inspirational Others

મારા મમ્મી

મારા મમ્મી

1 min
1.0K


રોજ મનાવુ મધર્સ-ડે ! કદી ન થાતી,

મજા પૂરી એવા મારા મમ્મી,

લોકપ્રિયને સાહિત્ય રસિક, ગરબા રમે

ને ખો-ખો રમાડે મારા મમ્મી.


રૂપાળા, નમ્ર, પ્રેમાળ ને અનહદ,

લાગણીશીલ એટલે બસ મારા મમ્મી,

અંતરના ઊડાણેથી ભલે અમે દેખાતા

બે વ્યક્તિ પણ એક હું ને મમ્મી


અદ્રશ્ય અડચણોને વટાવે રાખી,

સમતોલન જાણે દોર પર ચાલે મમ્મી,

ગરમ ગરમ રોટલી પીરસી,

હસતા ગાતા મમ્મી આગળ વધાવે મમ્મી.


ટીચર વ્હાલા આખા ક્લાસના,

ટ્યુશન કરતા દોડી ભાગી, અરેરે મમ્મી

હ્રદયના ધબકાર ખરા ને,

મધુર હાસ્ય તાજુ ગુલાબ, રૂપસુંદરી મમ્મી


વધુ સમજાઈ એ જીવંત વાતો બની,

હું મમ્મી શું કહું તમને ઓ મમ્મી,

ક્રિએટીવ ને ઓલ્વેઝ એક્ટીવ,

મોતીના દાણાં અક્ષરે આષિશ દે મમ્મી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children